એડજસ્ટ એવરીવ્હેર
એડજસ્ટ એવરીવ્હેર
Regular price
Rs. 15.00
Regular price
Sale price
Rs. 15.00
Unit price
per
ગટર ગંધાય છે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ? તેજ રીતે અણગમતા અને નકારાત્મક લોકો ગટર જેવા છે. જે પણ ગંધાય છે તેને આપણે ગટર કહીએ છીએ અને જે સુવાસ આપે છે તેને આપણે ફુલ કહીએ છીએ. બન્ને માં એડજેસ્ટ થાઓ. છતાં બન્ને પરિસ્થિતિઓ કહે છે “અમારી પ્રત્યે વીતરાગ (રાગ અને દ્વેષ થી મુક્ત) રહો”. આપણી જિંદગી માં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓ માં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે, આપણે વરસાદ માં છત્રી વાપરીએ છીએ. પણ આપણે વરસાદ ને સવાલો નથી પૂછતા, દલીલો નથી કરતા કે તેનો વિરોધ નથી કરતા. તેજ રીતે, આપણને ભણવામાં આનંદ આવે કે ન આવે, આપણે ભણતર ને એડજેસ્ટ થવું પડે છે. છતાંપણ, અણગમતા લોકો નો સવાલ આવે છે ત્યારે આપણે ફક્ત સવાલ, દલીલ, અને વિરોધ પર નથી અટકતા પણ મોટે ભાગે અથડામણ કરી બેસીએ છીએ. આવું શા માટે? સતત બદલાતા સંજોગો સાથે સુમેળ સાધી, અથડામણો ટાળી અંતે શાંતિ અને સુખ મેળવવા માટે ની છેવટ ની સમજણ તરીકે પરમ પૂજ્ય દાદાશ્રીએ “એડજેસ્ટ એવરીવેર” ઉઘાડું કર્યું. આ સાદા છતાં શક્તિશાળી વાક્ય માં તમારું જીવન બદલવા ની શક્તિ છે.. કેવી રીતે તે જાણવા માટે વાંચો.