Skip to product information
1 of 1

Dada Bhagwan

સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

Regular price Rs. 150.00
Regular price Sale price Rs. 150.00
Sale Sold out
Shipping calculated at checkout.
દરેક મનુષ્ય પાસે પોતાના આત્માને ઓળખીને આત્યંતિક કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત કરવાની શક્તિ છે. પરંતુ, આ માર્ગમાં વિષય સૌથી મોટું બાધક કારણ બની શકે છે.   એકમાત્ર પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ વિષય આકર્ષણ પાછળનું વિજ્ઞાન સમજાવીને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરી શકે. પ્રસ્તુત પુસ્તકમાં સંપૂજ્ય દાદાશ્રીએ વિજાતીય વ્યકિત પ્રત્યે અનુભવાતા આકર્ષણની ઈફેક્ટ અને કોઝીઝનું વર્ણન કર્યુ છે. તેમણે એ વર્ણન કર્યુ છે કે કેવીરીતે અબ્રહ્મચર્યનાં(વિષય-વિકારનાં) પરિણામો જોખમી છે - તે મન અને શરીરને કેવીરીતે અવળી અસર કરે છે અને કર્મ બંધન કરાવે છે.  પ્રસ્તુત પુસ્તકનો ખંડ ૧ મૂળભૂત રીતે આકર્ષણ-વિકર્ષણનાં સિદ્ધાંતનું વર્ણન અને તે કેવીરીતે આત્માનુભવને અટકાવે છે અને બ્રહ્મચર્યનાં મહાત્મ્યની સમજણને સમર્પિત થયેલ છે.   પ્રસ્તુત પુસ્તકના ખંડ ૨માં બ્રહ્મચર્ય પાળવાનાં નિશ્ચયી માટેનો સત્સંગ સંકલિત થયેલો છે.  બ્રહ્મચર્યનાં પરિણામો જ્ઞાની શ્રીમુખે જાણવાથી તેના પ્રતિ આફરીન થયેલો સાધક તે પ્રતિ ડગ માંડવાની સહેજ હિંમત દાખવવા માંડે છે; ને જ્ઞાની પુરુષનો યોગ સાધી, સત્સંગ સાન્નિધ્ય પ્રાપ્ત થતાં, મન-વચન-કાયાથી અખંડ બ્રહ્મચર્યમાં રહેવાનો દ્રઢ નિશ્ચયી બને છે. બ્રહ્મચર્યના પથ પર પ્રયાણ કરવાને કાજે અને વિષયના વટવૃક્ષને જડમૂળથી ઉખાડીને નિર્મૂળ કરવાને કાજે એના માર્ગમાં વચ્ચે પથરાતા પથરાઓથી માંડીને પહાડસમ આવતાં વિઘ્નો સામે, નિશ્ચય ડગુમગુ થતાંથી માંડીને બ્રહ્મચર્યવ્રતમાંથી ચ્યુત થવા છતાં તેને જાગૃતિની સર્વોત્કૃષ્ટ શ્રેણીઓ સર કરાવી નિગ્રઁથતાને પમાડે ત્યાં સુધીની વિજ્ઞાન-દ્રષ્ટિ જ્ઞાની પુરુષ ખોલાવે છે, ખિલાવે છે !!!  તો આ પુસ્તકનું વાંચન કરીએ અને શુદ્ધ બ્રહ્મચર્ય કેવીરીતે ઉપકારી છે (મદદરૂપ છે) તેની સમજણ પ્રાપ્ત કરીએ !
View full details