Skip to product information
1 of 1

Dada Bhagwan

સહજતા

સહજતા

Regular price Rs. 60.00
Regular price Sale price Rs. 60.00
Sale Sold out
Shipping calculated at checkout.
મોક્ષ કોને કહેવાય? પોતાના શુદ્ધાત્મા પદને પ્રાપ્ત કરવું તે. – જે કુદરતી રીતે સ્વાભાવિક છે- જે સહજ છે. જો કે કર્મબંધનનાં અને અજ્ઞાનતાના કારણે આપણને આપણા શુધ્ધ સ્વરૂપનું ભાન નથી – જે સ્વભાવથી જ સહજ છે - શુદ્ધાત્મા છે.   તો સહજતા કેવીરીતે પ્રાપ્ત કરવી ? જ્ઞાની પુરુષ પાસે તેનો ઉપાય છે અને આવા મહાન જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ આપણને સહજતા પ્રાપ્ત કરવાની ચાવીઓ આપી છે. તેમણે આપણને પોતાના શુદ્ધ સ્વરૂપનો પરિચય કરાવ્યો(આત્મજ્ઞાન આપ્યું). મૂળ આત્મા તો સહજ છે, શુદ્ધ જ છે. લોકો ઈમોશનલ(ચંચળ/અસહજ) બને છે કારણકે તેઓ વિચાર, વાણી અને વર્તન (મન-વચન-કાયા) સાથે તન્મયાકાર થઈ જાય છે. તેને જુદાં રાખવાથી અને તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમે સહજતા પ્રાપ્ત કરી શકશો. એકવાર જ્ઞાન પ્રાપ્ત કર્યા (જ્ઞાનવિધિ દ્વારા) પછી પોતાનો શુદ્ધાત્મા(જે સહજ છે અને રહેશે) જાગૃત થાય છે. પછી મન-બુદ્ધિ-અહંકાર-શરીરની સહજ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દાદાશ્રીએ પાંચ આજ્ઞાઓ આપી છે.   પ્રસ્તુત પુસ્તકમાં દાદાશ્રીએ સહજતાનો અર્થ, સહજ સ્થિતિમાં વિક્ષેપનાં કારણો અમે જ્ઞાતા-દ્રષ્ટા રહીને સહજતા કેવીરીતે પ્રાપ્ત કરવી આ બધાનું સંપૂર્ણ વિજ્ઞાન આપ્યું છે.   આ પુસ્તકનું વાંચન અવશ્ય આપણને સહજ સ્વરૂપ બનાવશે અને શાંતિપૂર્ણ જીવન તરફ દોરી જશે.
View full details